
રાજ્યના પાટણ જિલ્લાના હારીજમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.હારીજ તાલુકાના દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધો.૬ માં અભ્યાસ કરતી બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરતા હોવાના આરોપ લાગ્યા હતા. દલિત સમાજની દીકરીઓએ ઘરે જઈ પરિવારજનોને જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.
બાળકીઓ સાથે શારીરિક અડપલાં કરતા હોવાના આરોપ
વિદ્યાર્થીનીઓના પરિવારજનો હારીજ પોલીસ મથકે શાળાના આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ત્યારે આચાર્ય દ્વારા પોતાની ભૂલ સ્વીકારી માફી માંગવામા આવી છે. શાળાના આચાર્ય વિરૂદ્ધ તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
દાહોદની તોરણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીને આચાર્યએ કરી હતી કરપીણ હત્યા
દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની ધોરણ-1ની માસુમ વિધાર્થીનીના હત્યારા 56 વર્ષના આચાર્ય ગોવિંદ નટ સામે સમગ્ર જિલ્લામાં ભારે ફિટકાર જોવા મળી રહ્યો છે. આ હત્યારા આચાર્યને ફાંસી સજા આપમાની માંગ કરાઈ રહી છે.