
પાટણમાં એસ.ટી. બસ ડેપોમાં બસ કંડક્ટરે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એસ.ટી ડેપોના અધિકારીઓના કથિત માનસિક ત્રાસને કારણે બસ કંડક્ટરે ઝેર પીધું હોવાનું સામે આવ્યું છે.
કંડક્ટરે ઝેર પી જીવન ટુંકાવવાનો કર્યો પ્રયાસ
પાટણમાં એસ.ટી. ડેપોમાં બસ કંડક્ટરે ઝેરી દવા ગટગટાવી હતી. રાકેશ બારોટ નામના એસ.ટી કર્મચારીએ ઝેરી દવા ગટગટાવતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એસ.ટી.ડેપોના અધિકારીઓ કથિત માનસિક ત્રાસ આપતા હોવાનું સામે આવ્યું છે જે બાદ કંડક્ટરે આ પગલું ભર્યું હતું.
કંડક્ટરને નિયમ મુજબ નજીકનો રૂટ ના આપી પરેશાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે. થોડા સમય અગાઉ ભોગ બનનારે ACBમાં ફરિયાદ કરી એક કર્મચારીને લાંચ બાબતે પકડાવતા વૈમનસ્ય રાખીને કંડક્ટરને પરેશાન કરવામાં આવતો હોવામો આક્ષેપ લાગ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે નિવેદનો મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.