પાટણમાં વરસાદની શરૂઆતથી દર વર્ષે ચુડવેલ નામની ઈયળોનો ઉપદ્રવ વધતો હોય છે. ત્યારે પાટણ શહેરના ઘણા વિસ્તારોમાં ઘરની અંદર રસોડામાં તેમજ દીવાલો ઉપર આ ઈયળો આવી જતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. પાટણ શહેરમાં ચોમાસાની શરૂઆત માંજ આ ચુડવેલ નામની ઈયળનો ઉપદ્રવ જોવા મળતા આગામી દિવસોમાં આ ઉપદ્રવ વધવાની શક્યતા સેવાઈ રહી છે.

