
સ્માર્ટફોનમાં રહેલી એપ્લિકેશન પણ હવે સલામત નથી, ડાઉનલોડ કરતાં પહેલા સો વખત વિચાર કરજો. ગુજરાતની પાટણના વેપારીએ માય રેશનકાર્ડ એપ ડાઉનલોડ કરતાં જ ત્રણ ખાતામાંથી 2 લાખ 46 હજાર રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા.
એપ ડાઉનલોડ કરતાં જ ત્રણ ખાતામાંથી 2 લાખ 46 હજાર રૂપિયા ઉપડી ગયા
પાટણના નવાગંજમાં એચ પી ટ્રેડર્સ પેઢીના વેપારી પ્રકાશકુમાર ઠક્કર સાથે ઘટના બની હતી.મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી માય રેશનકાર્ડ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી.
એપ્લીકેશન ડાઉનલોડ કરતાની સાથે જ મોબાઈલ 5થી 7 મિનિટમાં બંધ
એપ્લીકેશન ડાઉનલોડ કરતાની સાથે જ મોબાઈલ 5થી 7 મિનિટમાં બંધ થઈ ગયો હતો..મોબાઇલ ખુલ્યા બાદ ખાતામાંથી પૈસા ઉપડ્યાના ટેક્સ મેસેજ આવ્યા હતા.વેપારીના તેમજ તેમની દીકરી અને પત્નીના જોઇન્ટ ખાતામાંથી 2 લાખ 46 લાખ ઉપડી ગયા હતા.પ્રકાશભાઈ ઠક્કરે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.