
Patan news: પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટફાટ, ધમકી અને બીજા ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી પાટણ એલસીબીએ આ ગુનાઓ ઉકેલવા કમર કરી હતી. જેને પગલે
અલગ-અલગ ગુનાઓને અંજામ આપનાર પાંચ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણ જિલ્લા અને ગ્રામ્યમાં વિવિધ ગુનાઓને પગલે પોલીસ તંત્ર દોડતી થઈ હતી. જે બાદ આ ગુનાઓમાં સંડોવાયેલા પાંચ અસામાજિક તત્વોને ઝબ્બે કરવામાં આવ્યા હતા. જાબીર હુસૈન ઘાંચી, ગુલામ રસુલ ઘાંચી, અબ્દુલ કાદર ઘાંચી,અલ્તાફ ગુલામ રસુલ અને અલ્તાફ હારુનભાઈ ઘાંચીને પાસા હેઠળ ધકેલાયા હતા.
આ તમામ અસામાજિક તત્વોની યાદીમાં નામ ધરાવનાર શખ્સો સામે પાટણ પોલીસ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભૂ-માફિયા, ખાણ ખનીજ, શરીર સબંધી ગુનાઓ, મારામારી અને લૂંટ જેવા ગુનાઓ આચરેલા 5 શખ્સોને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી અપાયા હતા. આ આરોપીઓને રાજ્યની રાજકોટ,જૂનાગઢ,ભાવનગર,અમરેલી જેલોમાં પાસા હેઠળ મોકલી દેવાયા હતા. જો કે આ તમામ આરોપીઓ રાધનપુરના હોવાનું સામે આવ્યું હતું.