
Patan news: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા સરિયદ ગામ નજીક આજે 23 જૂન સોમવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત બાદ ડમ્પરચાલક ઘટનાસ્થલેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગેની જાણ થતા પોલીસે ગુનો નોંધી ડમ્પરચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આજે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. જેથી રિક્ષામાં સવાર બે વ્યકિતનાં ઘટનાસ્થળે મોત નિપજયા હતા. અકસ્માતને પગલે ડમ્પરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જે બાદ સરસ્વતી તાલુકા પોલીસે ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ફરાર ડમ્પરચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.