
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ એક જ દિવસમાં અલગ-અલગ જિલ્લાઓમાં હત્યાના ત્રણ બનાવ બન્યા છે. જ્યાં સિદ્ધપુરમાં એક યુવક, મેઘરજમાં એક મહિલા અને બરવાળામાં ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી.
સિદ્ધપુરમાં યુવકની હત્યા
સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામમાં 21 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકીની હત્યા કરવામાં આવે છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામમાં ગણપતિ ચોકમાં એક યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. અંગત અદાવતમાં ત્રણ ઈસમોએ યુવાનને છરીના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. જે બાદ તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.બીજી તરફ પોલીસ ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.
મેઘરજમાં મહિલાની હત્યા
મેઘરજના શાંતિપૂરા ગામની મહિલાની હત્યા કરવામાં આવી છે. અજાણ્યો શખ્સ કોઈ કારણસર હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો છે. ટીંટોઇ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બરવાળામાં RMS હોસ્પિટલના ટ્રસ્ટીની હત્યા
બરવાળાના ભીમનાથ ગામમાં ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામમાં ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશી પટેલની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે.