
ભીમા દુલા ઓડેદરાના પુત્ર અને પુત્રવધુ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ રેડ દરમિયાન ભીમા દુલાની વાડીમાંથી હથિયારો મળ્યા હતા. ચાર હથિયારોના લાઈસન્સ તેમના પુત્ર લખમણ ભીમા અને પુત્ર વધુના નામે હતા. હથિયારની શરતો મુજબ નિયમ કરતા વધુ કારતુસ પોલીસે કબ્જે કર્યા હતા. હથિયારના લાઈસન્સ નિયમ મુજબ 100 કારતુસ રાખવાના હોય છે. 100થી વધારે કારતુસ મળતા લખમણ ઓડેદરા અને સંતોકબેન લખમણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. લાયસન્સની શરતો ભંગની આ બન્ને સામે ફરિયાદ નોંધાઇ છે.
ગેન્ગસ્ટર ભીમા દુલા ઓડેદરાની પોલીસે કરી હતી ધરપકડ
પોરબંદરમાં પોલીસે આદિત્યાણા નજીક બોરિચા ગામથી કુખ્યાત ગેન્ગસ્ટર ભીમા દુલા ઓડેદરા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટા પોલીસ કાફલા સાથે પોલીસે ઓપરેશન પાર પાડ્યુ હતું. ભીમા દુલા ઓડેદરા ધરપકડની સાથે પોલીસે હથિયારો અને રોકડ પણ કબ્જે કરી હતી. દરોડા દરમિયાન પોલીસને 70 જેટલા હથિયારોનો મોટો જથ્થો અને રૂ.50 લાખથી વધુની રકમ પણ જપ્ત કરાઈ છે.
કયા મામલે અને કેવી રીતે થઈ ધરપકડ?
પોરબંદર નજીકના બોરિચા ગામે કેટલાક દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જે મામલે અજાણ્યા ત્રણ શખસો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોકે ત્યારબાદ આદિત્યાણાના ભીમા દુલાનું પણ નામ અપાયું હોવાનું ધ્યાને આવતા પોલીસના ધાડેધાડા આદિત્યાણામાં ભીમા દુલાની વાડી (ફાર્મ હાઉસ) પર સવારે પાંચ ઉતારવામાં આવ્યા હતા. જ્યાંથી ભીમા દુલા સહિત ચાર શખસોની ધરપકડ કરીને પૂછપરછ માટે પોરબંદર લવાયા હતા. ડી.એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી., એણુ.સી.ભી. સહિતના સ્ટાફ સાથે ભીમા દુલા ઓડેદરાની પૂછપરછ કરાઈ હતી.
3 વર્ષ બરડાના જંગલમાં રહ્યો હતો
ભીમા દુલા પૂર્વ ધારાસભ્ય કરસન દુલાના ભાઈ છે. ભીમા દુલા ભૂતકાળમાં વોન્ટેડ હતો ત્યારે 3 વર્ષ બરડાના જંગલમાં રહ્યો હતો. બાદમાં પોરબંદર પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. રાણાવાવ ડબલ મેર્ડર કેસમાં સજા થઈ હતી અને જેલમાં રહ્યો હતો. પોરબંદરના ગેંગ વોરમાં નામ આવ્યું હતું.