Home / Gujarat / Porbandar : Men and women of the Meher community played Maniaro Raas

VIDEO: પોરબંદરમાં પરંપરાગત પોષાકમાં સજ્જ થઈને મહેર સમાજની મહિલાઓ અને પુરુષો રમ્યા મણિયારો રાસ

ગરબા નૃત્યએ ગુજરાતની આગવી ઓળખ છે. પોરબંદર જીલ્લાનો મણિયારો રાસ ખુબ જ પ્રખ્યાત છે. આ રાસમાં મહેર સમાજની મહિલાઓ અને પુરુષો પરંપરાગત પોષાક પહેરીને મણિયારો રાસ રમે છે. મહેર સમાજ દ્વારા આ પરંપરાગત રાસનું 199થી આયોજન કરવામાં આવે છે.

મહિલાઓ અને પુરુષો પરંપરાગત વસ્ત્રો પહેરીને રાસ રમે છે

મહેર સમાજની મહિલાઓ અને પુરુષો પરંપરાગત વસ્ત્રો પહેરીને રાસ રમે છે. સમગ્ર વિશ્વમાં આ રાસ  પ્રખ્યાત છે, મહેર સમાજ દર વર્ષે મણિયારો રાસનું આયોજન કરીને તેમની ભવ્ય સંસ્કૃતિને જાળવી રાખે છે.  ગુજરાતના લોક નૃત્યમાં રાસના ઘણા સ્વરૂપ છે, જેમાંનો એક મણિયારો રાસ છે.

મણિયારો રાસ મહેર સમાજના પૂર્વજોની ઓળખ

મણિયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જીલ્લામાં રમવામાં આવે છે.અને રાસમાં પુરુષો જુદા જુદા સ્ટેપથી રાસ રમે છે. પુરુષોના  પોષાકમાં ચોયણી, આંગણી ,પાઘ, બાઠીયુ ,ખેસ અને કેડિયું જરૂરી છે. રાસ રમવા માટે દેશી લાકડામાંથી બનાવાયેલા દાંડિયાનો ઉપયોગ કરવામાં આવે છે .મણિયારો રાસ મહેર સમાજના પૂર્વજોની ઓળખ છે,મહેર સમાજના પૂર્વજો જ્યારે યુદ્ધ જીતી ને આવતા ત્યારે રમતા હતા, જેને આજે પણ જાળવી રાખ્યા છે.

ત્રણ થી ચાર હજાર યુવાનો પરંપરાગત વસ્ત્રોમાં મણિયારો રાસ રમે છે, ઢોલ અને સરણાઈ નાં સુર તાલ પર હાથમાં લાકડાના દાડિયાથી મણિયારો રાસ રમે છે, મહિલાઓ પરંપરાગત વસ્ત્રો સહિત એક થી ત્રણ કિલો જેટલા સોનાના આભૂષણો સાથે સજ્જ થઈને રાસ રમે છે. મણિયારા રાસનું આકર્ષણ દેશ અને વિદેશમાં પણ બહોળું છે.