
ગુજરાતમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. રાજકોટના લોધિકાના પારડીમાં યુવકની તીક્ષ્ય હથિયારના 9 ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. બનાવની જાણ થતા જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
લોધિકાના પારડીમાં યુવકની હત્યા
રાજકોટના લોધિકાના પારડી ગામમાં 28 વર્ષીય રવિ દિલીપ મકવાણા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના 9 ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. રવિ પોતાની પત્નીને પારડી સસરાને ત્યાં મુકવા માટે આવ્યો હતો. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ તેની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી.
રવિ મૂળ જામજોધપુરનો રહેવાસી છે અને જેતપુરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. શાપર વેરાવળ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. યુવકના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ફોરેન્સિક PM માટે મોકલવામાં આવ્યો હતો. હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં યુવકના દોઢ મહિના પહેલા જ પ્રેમ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે.