Rajkot News: રાજકોટના એક મોલમાંથી ગ્રાહકો પાસેથી એમઆરપી કરતા વધુ પૈસા વસુલવામાં આવ્તા હોવાનો મામલો સામે આવ્યો છે. શહેરના ક્રિસ્ટલ મોલમાં આવેલ ક્રોમાનો શોરૂમ વિવાદમાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક વસ્તુમાં ડિસ્પ્લે ઉપર અલગ ભાવ અને ગ્રાહકો પાસેથી અલગ ભાવ લેવામાં આવે છે.
મળતી માહિતી પ્રમાણે, સ્માર્ટ વોચમાં ભાવ 1399 લખવામાં આવે છે જ્યારે ગ્રાહકો પાસેથી 1499 લેવામાં આવે છે. જેથી જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. વીડિયો બનાવતા સમયે પણ ગ્રાહક સાથે સિકયુરિટી અને મેનેજરનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન જોવા મળ્યું હતું ચોરી ઉપરથી સિનાજોરી જેવું ગ્રાહક સાથે વર્તન કરતા વિવાદ સર્જાયો હતો.