
રાજકોટના વર્ધમાનનગરમાં રહીશોએ બેનરો લગાડ્યા છે. વર્ધમાનનગરના લોકોએ વિધર્મી અને પરપ્રાંતિઓને મકાન ભાડે અને વેચાણથી ન આપવા તેવું ફરમાન સાથે બેનર લગાવ્યું છે. પરપ્રાંતિય લોકો વર્ધમાનનગરમાં ઘર ભાડે રાખીને રેસિડેન્ટ એરિયામાં ઔદ્યોગિક એકમો ચાલુ કરી દેતા હોવાથી સ્થાનિકો કંટાળી ગયા છે.
રાજકોટના વર્ધમાન નગર એક સમયે પોશ એરિયા ગણાતો હતો. ખૂબ જ શાંત વિસ્તારમાં હવે ધીમે ધીમે મકાનોમાં ઔદ્યોગિક એકમો ચાલુ થઈ જતાં સ્થાનિકોને હાલાકી પડવા લાગી છે. અનેક મકાનોમાં પર પ્રાંતીય અને વિધર્મી લોકોએ રહેણાક વિસ્તારમાં દુકાનો ખોલી દીધી છે. પરપ્રાંતિય અને વિધર્મીના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાય છે. આ વિસ્તારની મહિલાઓને પરપ્રાંતિય અને વિધર્મીઓ પજવણી કરતા હોવાની પણ સ્થાનિક લોકોએ ફરિયાદ કરી છે. વર્ધમાનન નગરના લોકોએ આ સમસ્યા અંગે સ્થાનિક પોલીસ અને સ્થાનિક કોર્પોરેટરોને પણ રજુઆત કરાઈ છે.