
Rajkot news: રાજકોટ શહેરમાં આવેલા સાધુ વાસવાણી રોડ પર મંગલમ્ શેરી નં-4માં રહેતા અને બે દિવસ પહેલા અકસ્માતનો ભોગ બનેલા 75 વર્ષીય નરેન્દ્ર બાવીશી પોતાના રૂમમાં પુરાઈ ગયા ગયા જે અંગે તેમના પાડોશીએ ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર અને ઈમરજન્સી વિભાગની ટીમે આ એકલા રહેતા વૃદ્ધના ઘરે આવી તેમના રૂમનો દરવાજો તોડી વૃદ્ધનું રૅસ્ક્યૂ કર્યું હતું. જેથી વૃદ્ધનો જીવ બચી ગયો અને તેમને 108ની મારફતે તાબડતોબ રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલી મંગલમ્ સોસાયટીના શેરી નં-4માં રહેતા આજથી બે દિવસ અગાઉ અકસ્માતનો ભોગ બનેલા 75 વર્ષીય વૃદ્ધ નરેન્દ્ર બાવીશી છેલ્લા ઘણા સમયથી એકલવાયું જીવન ગાળી રહ્યા છે ત્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધ રૂમમાં પુરાઈ જતા રૂમનો દરવાજો ખોલી ન શક્યા અને આસપાસના લોકો એકઠા થઈને પ્રયાસ કર્યો હતો પરંતુ એ શક્ય ન બનતા આખરે પાડોશીએ ફાયર અને ઈમરજન્સી સેવાનો સંપર્ક સાધ્યો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે આવી જવાનોએ રૂમનો દરવાજો તોડીને વૃદ્ધનું રૅસ્ક્યૂ કર્યું હતું. જે બાદ વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.