Rajkot News: ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ થવા છતાં ચોર તસ્કરોનો ત્રાસ હજુપણ યથાવતરુપે જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટમાંથી ચોરીની ઘટના સામે આવી રહી છે જેમાં એક ઘડિયાળના શો રુમમાં મોટી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં આખરે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરમાં ત્રિકોણ બાગ પાસે ટાઈટનના શોરૂમમાંથી ઘડિયાળ તેમજ રોકડ ચોરીનો મામલો સામે આવ્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચને આરોપીને ઝડપી ચોરીનો ભેદ ઉકેલવામાં મળી સફળતા છે. ટાઈટનના શો રૂમમાંથી 102 બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ 4 લાખ રોકડ સહિત કુલ 73 લાખની થઈ ચોરી થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે બિહારના મોતિહારી જિલ્લાના ઘોડાસનની પ્રખ્યાત ચાદર ગેંગને ઝડપી પાડી છે. નેપાળ બોર્ડર પરથી 5 શખ્સો પૈકી એક શખ્સને 21 ચોરાયેલી ઘડિયાળ સાથે ઝડપી પાડ્યો છે. 4 શખ્સો હજુ પોલીસ પકડથી દુર છે. જો કે, આ સમગ્ર મામલે શો રુમમાંથી ઘડિયાળ ચોરીના CCTV પણ સામે આવ્યા છે.