
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને લઈને દેશભરનું તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે. ગુજરાતમાં ઠેર ઠેર અનેક જિલ્લાઓમાં રહેતા પાકિસ્તાની તથા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી તેમનો દેશનિકાલો કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. એવામાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ૧૦ જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે. પશ્વિમ બંગાળ બોર્ડર પરથી ઘુસણખોરી કરીને રાજકોટ પહોંચ્યા હતા. તેઓ કોઇપણ પ્રકારના વિઝા અને પાસપોર્ટ વગર ગુજરાતમાં વસવાટ કરી રહ્યા હતા. હવે તે તમામ બાંગ્લાદેશીઓને ડિપોટેશન કરવામાં આવશે. રાજકોટમાં તેઓ મજૂરી કામ કરતા હતા. શહેરમાં એક દિવસમાં ૮૦૦ જેટલા શંકાસ્પદ લોકોને ચકાસવામાં આવ્યા છે.
વડોદરામાંં 500 કરતા વધુ લોકોની કરાઈ તપાસ
ઘટનાને અનુક્રમે, વડોદરા પોલીસ પણ એક્શનમાં આવી છે અને 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા છે. સમગ્ર શહેરમાંથી ગેરકાયદેસર વસાહતીની તપાસ કરાઈ હતી. શહેરમાં ચાર ઝોનના પોલીસ વિભાગ આ મુદ્દે કાર્યરત છે. 500 કરતા વધુની તપાસ કરવામાં આવી છે. તમામનું પુરાવાના આધારે વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. કેટલાક ફેક્ટરી વર્કરો તો કેટલાક સોના ચાંદીના ઘરેણાં બનાવવાની કામગીરી સાથે સંક્લયેલા હતા.
બાંગ્લાદેશી અને પાકિસતાની નાગરિકોની તપાસ કરાઈ રહી છે. ખરેખર આ નાગરિકો કોણ છે તે તપાસ બાદ જાણી શકાશે. ગેરયદેસર વસાહતોની તપાસ આવતીકાલે પણ ચાલુ રહેશે. ખોટા પુરાવાના આધારે રહેતા લોકો સામે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.