
Jetpur news: રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસર જંકશનમાં પાણીના ટેન્કરના ડ્રાયવરને અચાનક કરન્ટ લાગતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. જે અંગેની જાણ થતા આસપાસના લોકોએ યુવકને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. પરંતુ તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવક ટેન્કર પર ચઢીને ઉપર વાયરમાં અડી જતા કરન્ટ લાગતા યુવકને ભારે શોક લાગ્યો જેથી તેનું ત્યાંજ મોત થયું હતું.
મળતી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લામાં આવેલા જેતપુરના જેતલસર ખાતે પાણીના ટેન્કરના ડ્રાયવરને ટેન્કર પર ચઢેલો હોવાથી ઉપર વાયરને અડકી જતા વીજ શોક લાગ્યો હતો. જેથી જેતલસરના રહેવાસી ગૌતમ કંડોળિયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક ડ્રાયવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવકને સંતાનમાં એક નાનું બાળક છે, જેથી તેના પરિવારમાં શોકનો માહોલ છે. યુવકનું કરન્ટના લીધે મોત થવાથી જેતપુર તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.