Home / Gujarat / Rajkot : New clue in the case after complaint against 5 including Padmini Ba and her two sons

Rajkot News: ગોંડલમાં પદ્મિની બા સહિત 5 સામે ફરિયાદ બાદ કેસમાં નવો નળાંક, જાણો શું છે મામલો

Rajkot News: ગોંડલમાં પદ્મિની બા સહિત 5 સામે ફરિયાદ બાદ કેસમાં નવો નળાંક, જાણો શું છે મામલો

રાજકોટના એક સમયના સામાજિક મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિત પાંચ લોકોએ ગોંડલના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને રૂ. 7-8 લાખ પડાવવા માટે ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જેતપુર રોડ પર રહેતા 80 વર્ષીય વૃદ્ધે ગોંડલ પોલીસ સ્ટેશનમાં તેજલ નામની યુવતી તથા પદ્મિનીબા વાળા અને તેના દીકરા ઉપરાંત શ્યામ અને હીરેન નામના શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગોંડલમાં 15 દિવસ પહેલા ઘર પાસે બેઠા હતા ત્યારે રિક્ષામાં તેજલ નામની યુવતી આવી હતી અને સરનામું પૂછ્યા બાદ થોડીવાર પછી પરત આવીને વાતચીતથી વિશ્વાસ કેળવી મોબાઈલ નંબર લઈ ગઈ હતી.

બીજા દિવસે એ યુવતીએ ફોન કર્યો કે મારો ઘરવાળો મરી ગયો છે, હું ખુબ દુઃખી છું, કંઈક મદદ કરો, મારું દેવું ભરી દો, નહીંતર હું દવા પીને મરી જઈશ જેવી વાતો કરી હતી. આરોપ છે કે બાદમાં બે-ત્રણ દિવસ બંને વચ્ચે વાતો ચાલી હતી અને વીડિયો કોલમાં અશ્લિલ હરકતો થઇ હતી.

આ દરમિયાન ત્રણ દિવસ પહેલાં 16મીએ રાત્રે વૃદ્ધને પદ્મિનીબા વાળાએ ફોન કર્યો અને તેજલબેન વિશે વાતચીત કરવાનું કહીને ધમકી આપી હતી. પછી તેમણે ફોન ઉપાડવાનું બંધ કરતા યુવતી અને પોતાના પુત્ર તથા અન્ય બે યુવકો સાથે વૃદ્ધના ઘરે ધસી આવીને ત્રણ કલાક માથાકૂટ કરી. મવડી ઓફિસે આવી રૂ. 7-8 લાખમાં પતાવટ કરી ધમકી આપી જતા રહ્યા હતાં. પરિણામે ગભરાઈ ગયેલાં વૃદ્ધે શુક્રવારે ગોંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ગોંડલ હનીટ્રેપ કેસમાં નવો વળાંક સામે આવ્યો

પદ્મિનીબા સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ સામા પક્ષે યુવતીએ પણ ભુવા સામે છેડતીની વળતી ફરિયાદ નોંધાવી છે. જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય અને ભુવો રમેશભાઈ અમરેલિયાએ ક્ષત્રિય સમાજના મહિલા નેતા પદ્મિનીબા વાળા સહિત 5 લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની ફરિયાદ નોંધાવી હતી.

તેજલબેન છૈયાએ રમેશભાઈ અમરેલિયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમના આક્ષેપ મુજબ, વૃદ્ધે વીડિયો કોલ પર અવારનવાર બીભત્સ માંગણીઓ કરી તેમની છેડતી કરી હતી. ગોંડલ શહેર B ડિવિઝનના ઇન્ચાર્જ PI એ.સી.ડામોરે બંને પક્ષની ફરિયાદ નોંધી લીધી છે. પોલીસે બંને કેસમાં તપાસ શરૂ કરી છે. આ કેસે સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે.

Related News

Icon