
Rajkot: રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતો એક વીડિયો વાયરલ થયો હતો, જેમા છરી સાથે ડિસ્કો કરતા અસામાજિક તત્વોનો વીડિયો સામે આવ્યો હતો. જે પ્રકરણમાં રાજકોટ શહેર પોલીસની મુખ્ય બ્રાંચોએ 28 શખ્સો સામે પોલીસ કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેરના બાબરિયા કોલોનીની વીડિયો વાયરલ થયાનું અનુમાન છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો, જેમાં શખ્સો ઘાતક હથિયારો સાથે જોવા મળ્યા હતા. તેમજ વાયરલ વીડિયોમાં અસામાજિક તત્વો ડિસ્કો કરતા પણ જોવા મળ્યા હતા. વીડિયોમાં ત્રણ શખ્સો ડિસ્કો કરતા દેખાય છે. જેમાં બે શખ્સોના હાથમાં છરીઓ જોવા મળી હોવાનું દ્રશ્યમાન થાય છે. જેના અનુસંધાને પોલીસે આ શખ્સો સામે પગલાં લીધા હતા.