
રાજકોટમાં સીટી બસે સર્જેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.આ ઘટનામાં કિરણ બેન કક્કડ,દિનેશભાઈ ઉર્ફે લાલો,રાજુભાઈ અને સંગીતા બેન નેપાળીના મોત થયા છે.
મૃતકોના પરિવારને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય
મૃતકોના પરિવારને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય ચુકવવામાં આપવાની જાહેરાત કરવામા આવી છે.. તેમજ આ સિટી બસ સંચાલક એજન્સીના મૂળ ભાજપ સુધી હોવાનું સામે આવ્યું છે. એજન્સી સંચાલક, કોન્ટ્રાકટર વિજય ડાંગર ભાજપ સાથે સંકળાયેલો હોવાનુ સામે આવ્યુ છે.
વિજય ડાંગર વોર્ડ નંબર 4 ભાજપના પૂર્વ મહામંત્રી
વિજય ડાંગર વોર્ડ નંબર 4 ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે, અને વર્ષોથી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ શા માટે અપાય રહ્યો છે તે પણ એક સવાલ છે.
મૃતકોના મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ ઘટનાને લઈને હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજકીય નેતાઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.