છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. રાજ્યમાં છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદ ચાલુ છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
4 વર્ષની માસૂમ કિંજલ ડઢાણીયાનું શોર્ટ સર્કિટથી મોત થયું
રાજકોટના રૈયાધાર મફતિયાપરા મચ્છુનગર વિસ્તારમાં રહેતી 4 વર્ષની માસૂમ કિંજલ ડઢાણીયાનું શોર્ટ સર્કિટથી મોત થયું છે.. રમતાં રમતાં કિંજલ ઇલેક્ટ્રિક વાયરને અડી જતાં તેને કરંટ લાગ્યો હતો. PGVCLના પોલ પાસેના અર્થિંગ વાયરમાં અડી જવાથી આ દુર્ઘટના બની હતી..બાળકીના મોત બાદ PGVCLના કર્મચારીઓ રિપેરિંગ માટે પહોંચ્યા હતા.આ ઘટનાએ PGVCLની બેદરકારી પર સવાલ ઉભા કર્યા છે. પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.