
Rajkot news: રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં સેવા ભક્તિ કરતા વૃદ્ધની હત્યા કરી આરોપીઓ દ્વારા લાશ સળગાવવાના કેસમાં પોલીસને લૂંટના ઈરાદે વૃદ્ધની હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે. યુનિવર્સિટી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં આવેલા રૈયાધારમાં બે દિવસ અગાઉ શાંતિનગર ગેટ નજીકથી મનસુખ ટાંકનો મૃતદેહ તેમના ઘરેથી મળ્યો હતો. જેથી પોલીસને આ અંગેની જાણ થતા પોલીસે મૃતદેહનું પીએમ કરાયા બાદ એક હકીકત સામે આવી જેમાં મૃતદેહ સળગાવવાનો પ્રયાસ થયો હોવાનું ખુલ્યું હતું. જો કે, વૃદ્ધની હત્યા લૂંટના ઈરાદે કરી હોવાની પોલીસને આશંકા છે. જેને લઈ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.