
ગુજરાતમાંથી વાંરવાર ડ્રગ્સ ઝડપાતું રહે છે, ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપ (SOG) દ્વારા વધુ એક પેડલરની ધરપકડ કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે બાતમી આધારે નવા 150 ફુટ રીંગ રોડ પરથી કુખ્યાત પેડલરની ધરપકડ કરાઈ છે.
17 લાખના ડ્રગ્સ સાથે શખ્સની SOGએ કરી ધરપકડ
રાણાવાવમાં રહેતા મસ્તક શેખની ધરપકડ કરીને 128.9 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે પોલીસે રૂ.17 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો બીજી તરફ તપાસમાં એ પણ સામે આવશે કે આ ડ્રગ્સ કોને વેચવા આવ્યો હતો. તપાસ બાદ તમામ કડીઓ સામે આવશે,