
રાજકોટના યુનિવર્સિટી રોડ નજીક આવેલી રાજકોટ કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટયુટ કે જે સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ તરીકે પણ ઓળખાય છે, ત્યાં આઈસીયુ વિભાગમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતી ચૌલાબેન ત્રિભોવનદાસ પટેલ (ઉ.વ.પ૩)ની ગઈકાલે મોડી રાત્રે તેના ઘરમાં ઘુસી આવેલા પાડોશી કાનજી ભીમાભાઈ જાદવ (ઉ.વ.૩૪)એ છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી હતી.
આરોપી દુષ્કર્મના ઈરાદાથી ઘૂસ્યો હતો ઘરમાં
મળતા અહેવાલ પ્રમાણે આરોપી વિકૃત માનસિકતા ધરાવતો હતો, તે મહિલા નર્સના ઘરમાં દુષ્કર્મના ઈરાદાથી ઘૂસ્યો હતો. આરોપીએ મહિલાને છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. મહિલા નર્સ જ્યાં ભાડે રહેતી હતી, ત્યાં તેની પાછળની સાઈડમાં પણ આરોપી ભાડે મકાનમાં વસવાટ કરતો હતો.
24 વર્ષથી શાહીબાગ ખાતે કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયુટમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતા
હત્યાનો ભોગ બનનાર ચૌલાબેનના લગ્ન ૩ર વર્ષ પહેલા થયા હતા. થોડા સમય પછી જ તેના છૂટાછેડા થઈ ગયા હતા. તેણે બીજા લગ્ન કર્યા ન હતા. ર૪ વર્ષથી અમદાવાદના શાહીબાગ ખાતે કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયુટમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતા હતા. ચારેક માસ પહેલાં જ તેની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં બદલી થઈ હતી.