
Rajkot news: રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલી ભરાડ સ્કૂલને રાજકોટની પ્રથમ સૈનિક સ્કૂલ તરીકેની મંજૂરી મળી ગઈ છે. આ માટે સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપી છે. જેમાં રાષ્ટ્રીય ધારા ધોરણ મુજબ મેદાન, આવાસો, વ્યાયામ શાળાઓથી સજ્જ સૈનિક સ્કૂલ હોવાથી ભરાડ સ્કૂલ બધા માપદંડમાં ખરી ઉતરી હોવાથી તેને મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતમાંથી વધુ સૈનિકો તૈયાર થાય તે હેતુથી આ સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ત્રણ સૈનિક સ્કૂલમાં વધુ એકનો ઉમેરો થયો છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાંથી પ્રાથમિક સ્તરેથી જ સૈનિકો તૈયાર થઈને રાષ્ટ્રીય સ્તરે જઈને સૈન્યમાં સામેલ થઈને દેશસેવા કરે તે માટે ગુજરાતને ફાળે વધુ એક સૈનિક સ્કૂલ મળી છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલી ભરાડ સ્કૂલને રાજકોટની પ્રથમ સૈનિક સ્કૂલ તરીકે મંજૂરી સંરક્ષણ મંત્રાલય તરફથી આપવામાં આવી છે. આ સૈનિક સ્કૂલમાં રાષ્ટ્રીય સ્તરના ધારા ધોરણ પ્રમાણે મેદાન, વ્યાયામ શાળાઓ, આવાસોથી સજ્જ સૈનિક સ્કૂલ છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ત્રણ સૈનિક સ્કૂલ છે. જેમાં રાજકોટની આ પ્રથમ સૈનિક છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સૈનિક સ્કૂલમાં એડમિશન મેળવે તે હેતુથી રાજકોટમાં સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવી છે.