
રાજકોટ શહેરમાં આવેલા ઈન્દિરા સર્કલે કાળ બનેલી બેફામ ગતિએ આવી રહેલી સિટી બસ 4 લોકોને ભરખી ગઇ હતી. બસના ડ્રાઇવરે બેદરકારીભર્યા ડ્રાઇવિંગને લીધે અનેક વાહનો અડફેટે લીધા અને 6-7 લોકોને અડફેટે લઇ ઇજા પહોંચાડી હતી. જો કે, આટલું ઓછું હોય તેમ સિટી બસના પાર્કિંગ સ્ટેન્ડમાં મોટી સંખ્યામાં સિટી બસ પાર્ક કરાય છે ત્યાં બહાર દીવાલ પાસે દારૂની ખાલી બોટલો મળી આવી હતી.
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ચોકડી નજીક આવેલા પાર્કિંગ સ્ટેન્ડની દીવાલ પાસે મળી આવી દારૂની બોટલો તેમજ દારૂની ખાલી બોટલોના વીડિયો સામે આવ્યો છે. સિટી બસના પાર્કિંગ સ્ટેન્ડ જ્યાં મોટી સંખ્યામાં સિટી બસ પાર્ક કરવામાં આવે છે ત્યાં બહાર દીવાલ પાસે મળી દારૂની ખાલી બોટલો. સિટી બસ પાર્કિગની બહારની દીવાલ પાસે જોવા મળી દારૂની બોટલો. શું સિટી બસના પાર્કિંગમાં થઈ રહી છે રાત્રિના દારૂની મહેફિલો ?
શું ઘટના બની હતી
રાજકોટના ઈન્દિરા સર્કલ ખાતે પૂરપાટ ગતિએ આવી રહેલી સિટી બસ 4 લોકોને ભરખી ગઇ હતી. બસના ડ્રાઇવરે ગફલતભર્યું ડ્રાઇવિંગને અનેક વાહનો અડફેટે લીધા અને 6-7 લોકોને અડફેટે લઇ ઇજા પહોંચાડી હતી. અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય દર્શિતા શાહ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિટી બસે અકસ્માત સર્જતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી ગઇ હતી અને બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યો હતો અને બસ ડ્રાઇવર વિરૂદ્ધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો છે. આ ઉપરાંત અકસ્માતમાં મૃતકોના પરિજનોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.