VIDEO: રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો ત્રાસ યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરના ભરચક વિસ્તારમાં આવેલી 7 દુકાનોનાં તાળાં તૂટી જવાથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠયા છે. રાજકોટની સૌથી જૂની બજાર દાણાપીઠમાં બે તસ્કરો બેખોફ રીતે દુકાનમાં ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. જો કે, હજી સુધી મોટી રકમ કે મુદ્દામાલની ચોરીના અહેવાલ નથી.
રાજકોટમાં તસ્કરોને જાણો પોલીસ તંત્રનો કોઈ ડર ન રહ્યો હોય તેમ સીસીટીવીમાં બે તસ્કરો દુકાનનું શટર ઉંચું કરી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજો એક તસ્કર લોકો પર નજર રાખી રહ્યો છે. જેથી પોલીસને આ સમગ્ર ઘટના મુદ્દે નાઈટ પેટ્રોલિંગ વધારવાની અને સતત વધતી જતી ચોરીઓને ડામવાનો સમય આવી ચુક્યો છે.