ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતાં.
ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચે બબાલ
જોકે, આ દરમિયાન તેમણે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા છે.
ગોંડલમાં રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજાના બંગલા બહાર પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને તેમના સાથી આગેવાનોનો ભારે વિરોધ થયો. આ વિરોધમાં ભાજપના મહિલા મોરચાની મહિલાઓ પણ જોડાઈ હતી.
અલ્પેશ કથીરિયા, જિગીશા પટેલ અને અન્ય આગેવાનો ગોંડલમાં
અલ્પેશ કથીરિયા, જિગીશા પટેલ અને અન્ય આગેવાનો ગોંડલ પહોંચ્યા ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો અને સ્થાનિક લોકોએ કાળા વાવટા ફરકાવીને અને બેનરો સાથે તેમનો વિરોધ કર્યો. વિરોધ દરમિયાન, અલ્પેશ કથીરિયાના કાફલાની ગાડીઓ પર તોડફોડ પણ કરવામાં આવી, જેના કારણે સ્થિતિ વધુ તંગ બની હતી.