Home / Gujarat / Sabarkantha : 4 accused in custody in Harsol policeman attack case

Sabarkantha news: હરસોલમાં પોલીસકર્મી પર હુમલા કેસમાં 4 આરોપી સકંજામાં

Sabarkantha news: હરસોલમાં પોલીસકર્મી પર હુમલા કેસમાં 4 આરોપી સકંજામાં

Sabarkantha news: સાબરકાંઠાના હરસોલમાં ગત રોજ બજારમાં બે જૂથ વચ્ચે અથડામણ દરમ્યાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લોકો એકઠા થઈ પોલીસ પર જ હુમલો કરી દીધો હતો. જેથી પોલીસને માર મારતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ટોળાએ શાંત પડવાને બદલે ઘર્ષણ વધ્યું હતું. આ દરમ્યાન પોલીસકર્મીઓને માર પડયો હતો. વાયરલ વીડિયોના આધારે પોલીસે ચાર આરોપીઓને ઝડપી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ-કંસ્ટ્રકશન કર્યું હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લામાં આવેલા હરસોલમાં પોલીસકર્મી પર હુમલાની ઘટનામાં તલોદ પોલીસને આખરે સફળતા મળી છે. આ કેસમાં ચાર આરોપીઓને પોલીસે જહેમતથી ઝડપી લઈ આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તલોદ પોલીસે ચારેય આરોપીઓની સાથે રાખીને ઘટનાનું રિ-કંસ્ટ્રક્શન કર્યું હતું. જેને લઈ લોકોનાં ટોળાં એકઠાં થયા હતા. ગઈકાલે મંગળવારે બે જૂથ વચ્ચેની અથડામણમાં પોલીસ કર્મીને માર મારવામાં આવ્યો હતો. જેને પગલે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. બે ગામના લોકોએ એકબીજા સામે ફરિયાદો નોંધાવી હતી. જો કે ફરિયાદો નહોતી લેવાઈ.

Related News

Icon