
સાબરકાંઠા: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સે આત્મહત્યા કરી છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બનાવતી સ્ટાફ નર્સે મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું.
હિંમતનગર સિવિલ હોસ્પિટલના 10માં માળેથી સ્ટાફ નર્સે પડતું મૂક્યું હતું. છાયા કલાસવા નામની સ્ટાફ નર્સનું મોતની છલાંગ બાદ મોત નિપજ્યું છે. મૃતક સ્ટાફ નર્સની લાશને પીએમ માટે ખસેડાઇ છે. જો કે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. પોલીસ સમગ્ર મામલે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.