Home / Gujarat / Sabarkantha : Bodies of a staff nurse and another woman were found in the Himatnagar civil hospital premises

હિંમતનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 2 મહિલાના મૃતદેહ મળ્યા, એક સ્ટાફ નર્સે 10માં માળેથી કૂદી કરી આત્મહત્યા

હિંમતનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 2 મહિલાના મૃતદેહ મળ્યા, એક સ્ટાફ નર્સે 10માં માળેથી કૂદી કરી આત્મહત્યા

સાબરકાંઠા: હિંમતનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાંથી બે મહિલાના મૃતદેહો મળ્યા હતા. બંનેના મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયાની માહિતી મળી રહી છે. જેમાં કેટલાક અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે એક મહિલાએ 10મા માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે અન્ય એક મહિલાનો મૃતદેહ ચોથા માળે જ મળી આવ્યો હતો. 

હિંમતનગર સિવિલ હોસ્પિટલ ક્વાટર્સના 10માં માળેથી સ્ટાફ નર્સે પડતું મૂક્યું હતું. છાયા કલાસવા નામની સ્ટાફ નર્સનું મોતની છલાંગ બાદ મોત નિપજ્યું છે.

જયારે સ્ટાફ ક્વાટર્સના ચોથા માળેથી અન્ય એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો એમનું નામ ડિમ્પલબેન પટેલ છે જે ઇડરના રુવજ ગામના રેહવાસી છે. મૃતક મહિલા ડિમ્પલબેન પટેલના પતિ પણ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર તરીકે ફરજ બજાવે છે. 

બંને મહિલાઓ એક જ ફ્લોર પર રહેતી હતી 

પ્રાથમિક માહિતી અનુસાર આ બંને મહિલાઓ સ્ટાફ ક્વાર્ટર્સના બી 1 બ્લૉકના ચોથા માળે સામ સામે રહેતી હતી. જેમાં એક મહિલાનો મૃતદેહ ગ્રાઉન્ડ ફ્લોર પરથી તો બીજી મહિલાનો મૃતદેહ ચોથા માળેથી મળી આવ્યાની માહિતી છે.

મૃતક સ્ટાફ નર્સ છાયા કલાસવા અને મૃતક ડિમ્પલબેન પટેલની લાશને પીએમ માટે ખસેડાઇ છે. જો કે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. પોલીસ સમગ્ર મામલે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.