સાબરકાંઠાની સાબર ડેરીમાં દૂધના ભાવફેર મામલે પશુપાલકો અને દૂધ ડેરી સંચાલકો વચ્ચે ઉગ્ર બબાલ મચી છે. પોલીસે પશુપાલકોના ટોળાને વિખરવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. તો પશુપાલકોએ ડેરી ઉપર પથ્થર માર્યો કર્યો છે. હાલ પોલીસે સમગ્ર સંકુલ કબજે લઈને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો છે. પશુપાલકો બેકાબૂ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હતું. પોલીસ દ્વારા 20થી વધુ ટીયરગેસનો મારો ચલાવાયો હતો.
પશુપાલકો સાબર ડેરીથી તો દૂર થયા પરંતુ અહીં આવેલા હજારો પશુપાલકોને પગલે હિંમત નગરના મોતીપુરા સહિત રસ્તા ટાફિક જામ થયા છે. શામળાજી અમદવાદ હાઇવે પર ટાફિક જામ થતા વાહન ચાલકો અટવાયા છે. પાંચ કિમી લાંબો ટ્રાફિક જામ થયો છે. પશુપાલકોનો વિરોધ ચાલુ છે. પશુપાલકોએ ચિલોડા શામળાજી નેશનલ હાઈવે બ્લોક કર્યો છે. દૂધના ટેન્કરો હાઇવે પર ખાલી કરવાના શરૂ કર્યા છે. ચાર વખત હાઇવે બ્લોક કરતા વાહનોની લાંબી લાઈનો લાગી છે.
સાબર ડેરી ખાતે થયેલા પથ્થર મારામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ઉદાવતને ઇજાઓ પહોંચી છે. અન્ય પોલીસ કર્મીઓને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હતી.