Home / Gujarat / Sabarkantha : Farmers Association will hold Maha Panchayat on 25th October

ભારે વરસાદથી ખેડૂતો તબાહ: ખેડૂત સંગઠન યોજશે 25મી ઓક્ટોબરે મહાપંચાયત, સરકાર સમગ્ર મામલે મૌન

ભારે વરસાદથી ખેડૂતો તબાહ: ખેડૂત સંગઠન યોજશે  25મી ઓક્ટોબરે મહાપંચાયત, સરકાર સમગ્ર મામલે મૌન

પહેલા અતિવૃષ્ટિ ત્યારબાદ દિવાળીના દિવસોમાં કમોસમી વરસાદે ખેતીને વ્યાપક નુકશાન પહોંચાડ્યુ છે. ખેડૂતોના તો મોઢામાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે પરિણામે જગતનો તાત આર્થિક રીતે તબાહ થયો છે. ખેડૂતોની  દયનીય સ્થિતિ હોવા છતાં સરકાર મૌન છે. મોટાઉપાડે વળતરની જાહેરાતો કરાઇ છે ત્યારે હજુ સુધી કોઇ ઠેકાણાં નથી.

ઇકો સેન્સિટીવ ઝોનના મુદ્દે પણ ગીર સોમનાથ-સૌરાષ્ટ્રના ખેડૂતો ભારોભાર નારા

આ ઉપરાંત ઇકો સેન્સિટીવ ઝોનના મુદ્દે પણ ગીર સોમનાથ-સૌરાષ્ટ્રના ખેડૂતો ભારોભાર નારાજ છે, ત્યારે હવે ખેડૂતોના ન્યાય ખાતર ગુજરાતમાં આંદોલનના મંડાણની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 28મી ઓક્ટોબરથી કોંગ્રેસ આંદોલન કરશે જ્યારે 6ઠ્ઠી નવેમ્બરે ખેડૂતોનું મહાસંમેલન યોજવા આયોજન કરાયું છે. 

કોંગ્રેસના વખતમાં શરૂ થયેલી પાક વિમાં યોજનાને બંધ કરીને ભાજપે પ્રધાનમંત્રી ફસલ યોજનાનો આરંભ કર્યો હતો પણ આ યોજના જાણે ખાનગી વિમા કંપનીને કરોડો રૂપિયાનો ફાયદા માટે લાગુ કરવામાં આવી હોય તેવુ પ્રસ્થાપિત થયુ હતું.  વ્યાપક વિરોધ બાદ ગુજરાતમાં ભાજપ સરકારે આ યોજના બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી પણ એમાંય ખેડૂતોને રાતી પાઇ પણ આપ્યા વિના આ યોજના પણ 2 વર્ષ આ યોજના કાગળ પર ચલાવી બંધ કરી દેવામાં આવી હતી. અત્યારે ગુજરાતમાં ખેડૂતોને કુદરતી આપતી સામે રક્ષણ આપતી એકપણ યોજના અમલમાં નથી.

કોંગ્રેસે માંગ કરી છે કે,  ખેડૂતોની ખેતી બરબાદ થઇ છે તેમ છતાં સરકારને કઇ પડી જ નથી ત્યારે 140 ટકાથી વધારે વરસાદ વરસ્યો હોય તે 104 તાલુકામાં લીલો દુષ્કાળ કેમ જાહેર કરો. ખેડૂતો તેમનો હક્ક માંગે છે, ભીખ નહી.આ મુદ્દે  તાલુકા સ્તરે જઈને પણ આંદોલન કરવામાં આવશે.

અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, ઇકો સેન્સેટિવ ઝોન, ઘેડના પ્રાણપ્રશ્નો, જમીન માપણી, ખાતરની ઘટ વગેરે પ્રશ્નો થી ખેડૂતો પીડાઈ રહયા છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ થઇ પણ હજુ પણ સર્વે કરવામાં આવ્યુ નથી. આ ઉપરાંત કમોસમી વરસાદથી થયેલાં નુકશાનીનો સર્વે પણ શરૂ કર્યો નથી. આમ, ગુજરાતમાં ખેડૂતોના ન્યાય માટે આંદોલન કરવા ખેડૂત સંગઠનો-કોંગ્રેસ મેદાને પડ્યાં છે. 

25મી ઓક્ટોબરે ખેડૂત મહાપંચાયત : ખેડૂત સંગઠનોનું એલાન 

સૌરાષ્ટ્રના ખેડૂત સંગઠનોએ પણ ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે તા.25મી ઓક્ટોબરે ખેડૂત મહાપંચાયત બોલાવી છે. ‌જેમાં કિસાન નેતા યોગેન્દ્ર યાદવ અને કુસ્તીબાજ બજરંગ પુનિયા ખાસ ઉપસ્થિત રહેશે.  ’ખેડૂત મહાપંચાયત’ને લઈને ખેડૂતોમાં ખૂબ જ ઉત્સુકતા છે. ખેડૂતોની માંગ છેકે, ચાલુ વર્ષે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે તેવા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ખેડૂતોનું ચાલુ વર્ષની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ. ઘેડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે સરકારી ઘેડ વિકાસ નિગમ બનાવવું જોઈએ.આ ઉપરાંત ઇકોસેનસીટીવ ઝોનથી 196 ગામડા પ્રભાવિત છે, માટે સરકારે આ યોજનાને રદ કરવી જોઈએ.

વરસાદથી દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શેરડી, શાકભાજી,બાગાયતી પાકોને કરોડોનું નુકસાન 

ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ડાંગર, શેરડી, શાકભાજી અને બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. કાપણીના સમયે જ વરસાદ વરસતાં 1.18 લાખ હેક્ટરમાં ડાંગરને નુકસાન થયુ છે. આ ઉપરાંત બાજરી, જુવાર, તલ પણ વરસાદી પાણીમાં તબાહ થયા છે. દક્ષિણ ગુજરાતમાં કુલ 45,828 એકર જમીનમાં શેરડીનું વાવેતર થયુ હતું. શેરડીનું ઉત્પાદન ઓછું થયુ છે પરિણામે સુગર મીલો પર પહોંચી છે.

ખેડૂતોની માંગણી છેકે, શાકભાજી અને બાગાયતી પાકોને થયેલ નુકસાનનો તત્કાલ સરવે કરાવી નુકસાન વળતર ચૂકવવામાં આવે. ડાંગર,શેરડી,શાકભાજી અને બાગાયતી પાક મળી કુલ રૂ. 150  કરોડ રૂપિયા જેવું નુકસાન થયું હોવાનો અંદાજ છે.