Home / Gujarat / Sabarkantha : Police solve Rs 15 lakh robbery, arrest 2

સાબરકાંઠામાં 15 લાખની લૂંટનો ભેદ ઉકેલી પોલીસે કરી 2ની ધરકપડ, એક હજુ ફરાર

સાબરકાંઠામાં 15 લાખની લૂંટનો ભેદ ઉકેલી પોલીસે કરી 2ની ધરકપડ, એક હજુ ફરાર

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં બે દિવસ પહેલે થયેલી ૧૫ લાખની લૂંટનો ગુનો આચરનારા બે લોકોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ઈડર તાલુકાના ચિત્રોડી ગામના રાહુલ કુમાર બાબુભાઈ વણઝારા અને કિરણકુમાર નટવરભાઈ ચેનવા નામના બે યુવાનોએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યું હોવાનું બહાર આવ્યું હતું. અને પોલીસે તેમને ઇલોલ રોડ ઉપરથી ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી ₹12,51,000 રકમ રીકવર કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઇડરથી લોટની ઘટનાને અંજામા ફેરફાર આ લોકો હિંમતનગર ખાતે વિવેક શાહ નામના ઇસમને મળ્યા હતા. અને ત્યાંથી પ્રાઇવેટ ગાડી કરી અમદાવાદ ગાંધીનગર મહેસાણા સહિતના શહેરોમાં ફર્યા હતા. ત્યારબાદ હિંમતનગર આ ચોરીના પૈસા સગેવગે કરવા જતા હતા ત્યારે પોલીસે આ લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનાહિત ભૂતકાળ ધરાવતા બે લોકોને ઝડપી પાડી વિવેક મનીષભાઈ શાહ નામના ઈસમની શોધખોળ હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

સાબરકાંઠાના ઇડરમાં 15 લાખથી વધુની લૂંટનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. ઇડરમાં પોલીસ મથકથી માત્ર 200 મીટરના અંતરે લાખોની લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. બેંક નીચે ઓટો રીક્ષામાં બેસવા જતાં યુવાન પાસેથી આશરે 15 લાખ ઝૂંટવી અજાણ્યાં ઈસમો ફરાર થઇ ગયા હતા. બપોરના સમયે બેંકમાં કેશ ઉપાડીને જતો યુવાન ઘરે જતો હતો તે દરમિયાન લૂંટનો બનાવ બન્યો હતો. એયુ સ્મોલ ફાઇનાન્સ તેમજ પંજાબ નેશનલ બેન્કમાંથી કેશ ઉપાડી જતો યુવાન સત્યમ ચોકડી પાસે લૂંટાયો હતો.

જો કે લૂંટની ઘટના સામે આવતા જ ઇડર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. યુવાને સમગ્ર મામલે ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથધરી હતી. ઈડર સત્યમ ચોકડી પાસે આશરે 15 લાખની લુંટ થતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. અને આખરે આ લૂટને મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે.

TOPICS: sabarkantha
Related News

Icon