
Surat News: સુરતના અલથાણ વિસ્તારમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટરની હત્યાને મામલે સમાચાર સામે આવી રહ્યા છે. અલથાણ પોલીસે બિહારના જગદીશપુરમાંથી હત્યા કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી રિક્ષાચાલક રાસીદ અન્સારી અને મન્સુર અન્સારીને ઝડપી પાડ્યો છે. બંને આરોપીઓને આવતીકાલ સાંજ સુધીમાં સુરત લાવવામાં આવશે.
આ બનાવમાં મૃતક ચંદ્રભાન દુબે આરોપી રિક્ષાચાલક રાસીદ સાથે અલથાણ આવ્યો હતો. જ્યાં C B PATEL ગ્રાઉન્ડના સિક્યુરિટી ગાર્ડને પગારના 20 હજાર આપ્યા હતા બાકીના 80 હજાર તેની પાસે હતા. જે પૈસા આરોપી રાસીદ જોઈ ગયો હતો અને બહાનું કાઢી રાસીદે ચંદ્રભાનને ઉન હયાતનગરમાં રૂમ પર લઈ ગયો હતો. જ્યાં રાસીદ તેમજ માસીયાભાઈ મન્સુરે ચંદ્રભાનને માથામાં બોથડ પદાર્થ અને તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી. લાશના ટુકડા કોથળામાં ભરી મોપેડ પર મીઠીખાડી પાસે ફેંકી દીધા હતા અને બંને બિહાર જતા રહ્યા હતા. બંને આરોપીએ કોન્ટ્રાકટરના પરિવારને ખંડણી માટે મેસેજ પણ કર્યો હતો.