Home / Gujarat / Surat : Accident averted at construction site

Surat News: કન્સ્ટ્રકશન સાઇટ પર દુર્ઘટના ટળી, માટી ધસ્યા બાદ દિવાલોમાં ક્રેક પડતાં કામ અટકાવાયું

Surat News: કન્સ્ટ્રકશન સાઇટ પર દુર્ઘટના ટળી, માટી ધસ્યા બાદ દિવાલોમાં ક્રેક પડતાં કામ અટકાવાયું

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા અધવેતા બંગલોની બાજુમાં નવી કન્સ્ટ્રકશન સાઇટ પર મોટી દુર્ઘટના ટળી હતી. થોડા દિવસો અગાઉ માટી ધસી પડ્યાં બાદ કામ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે દિવાલોમાં તિરોડ પડવા લાગી હતી. જેના કારણે તંત્ર દ્વારા કામ બંધ કરાવવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બંગ્લાની દિવાલોને પહોંચ્યુ નુકસાન

નવનિર્મિત બાંધકામ માટે અંદાજિત 40 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. જેની માટી ગયા પાંચ તારીખે બપોરે ધસી પડતા મોટી દુર્ઘટના પડી હતી, જ્યારે માટી ધસી પડી ત્યારે મજૂરો જમવા ગયા હતા, ઘટના બાદ આસપાસ માં રહેતા લોકોએ કામ નો વિરોધ કર્યો હતો ,પરંતુ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરે કામ બંધ ન કર્યું હતું. જ્યારે આજે  વધારે પ્રમાણમાં માટી ધસી આવતા અધવેતા બંગ્લાની દિવાલોમાં ક્રેક પડવા લાગી હતી. 

મંજૂરી લેવાઈ નહોતી

ક્રેક પડવાના કારણે રહેવાસીઓએ ફાયર વિભાગ ની જાણ કરી હતી ફાયર ની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસ અને અઠવા ઝોનની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું જાણવા મળ્યું હતું કે આ કામ ગેરકાયદેસર કરવામાં આવી રહ્યું હતું.જેને કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી.

Related News

Icon