
અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના કામરેજ વિસ્તારમાં નેશનલ હાઇવે 48 પર એક મોટો અકસ્માત સર્જાયો હતો. દાહોદથી સુરત આવી રહેલી સરકારી બસ કામરેજ ગામ પાસે સર્વિસ રોડ પર ઉભેલા રેતી ભરેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેથી બસમાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
એક વ્યક્તિ ફસાઈ ગઈ
બસનો અકસ્માત એટલો પ્રચંડ હતો કે, અકસ્માતમાં બસમાં સવાર 10થી 15 મુસાફરને સામાન્ય ઈજાઓ થઈ હતી. એક મુસાફર બસમાં ફસાઈ ગયો હતો. કામરેજ ફાયર અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસનો સ્ટાફ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બસનું પતરું કાપીને ફસાયેલા મુસાફરને બહાર કાઢ્યો હતો.
બસમાં 40 મુસાફરો હતો
અકસ્માત વખતે બસમાં અંદાજે 40 મુસાફરો સવાર હતા. તમામ ઘાયલ મુસાફરોને સારવાર માટે સુરત શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રેતી ભરેલા ટ્રકમાં પંચર પડતા તે સર્વિસ રોડ પર ઉભો હતો, જેની સાથે બસ અથડાઈ હતી.