અમદાવાદથી ભાગી આવેલા એક ફેમિલીના 6 સભ્યો સહિત 119 બાંગ્લાદેશીઓને ભેસ્તાન, ઉન અને લિંબાયત તથા ભીંડી બજારમાંથી પોલીસે પકડી પાડયા છે. સુરત પોલીસને મોટી સફળતા મળી છે. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 119 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. ભેસ્તાન, ઉન તથા લિબાયત સહિતના વિસ્તારમાં રેડ કરી હતી. ક્રાઇમબ્રાંચ દ્વારા રેડ કરવામાં આવી હતી. તમામને ભિક્ષુક ગૃહ લાવવામાં આવ્યા છે.
ડોક્યુમેન્ટની તપાસ શરૂ
ભેસ્તાન ઉન ભીંડી બજારમાં ભેસ્તાન પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કરી હતી. આ દરમિયાન અગાઉ પકડાયેલા 46 બાંગ્લાદેશીના ખાલી ઘરમાં કેટલાક લોકો રહેતા હોવાની માહિતી પોલીસને મળી હતી. આથી ભેસ્તાન પોલીસે ઘરોમાં તપાસ કરતા બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા. પોલીસે બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટો સહિતની તપાસ શરૂ કરી છે.
ગેરકાયદે વસવાટ કરતા હતા
એક બાંગ્લાદેશી પરિવાર જેના 6 સભ્યો અમદાવાદમાં દબાણ વધતા સુરત ચાલી આવ્યા હતા અને ભીંડી બજારમાં તેમના ઓળખીતા બાંગ્લાદેશીને ત્યાં રહેવા લાગી ગયા હતા. ઉપરાંત અન્ય કતારગામ ફુલવાડીમાંથી ભેસ્તાનમાં રહેવા આવી ગયા હતા. અગાઉ ભેસ્તાન પોલીસે ભેસ્તાન ઉન ભીંડી બજારમાં બાંગ્લાદેશી વિસ્તારમાં 46 બાંગ્લાદેશીઓને પકડી પાડયા હતા. આ બાંગ્લાદેશીઓ ગેરકાયદે મકાન બાંધી રહેતા હતા. આજ મકાનોમાં હાલમાં 19 બાંગ્લાદેશીઓએ આશરો લીધો હતો. નોંધનીય છે કે બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે સુરત પોલીસે સમયાંતરે ડ્રાઇવ ચલાવે છે.