સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે મોન્સૂન પહેલા હાથ ધરાતી "પ્રિમોન્સૂન કામગીરી" માત્ર કાગળ પર પૂરતી રહી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. શહેરમાં તાજેતરમાં થયેલા સામાન્ય વરસાદ પછી પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તાર એ પરિસ્થિતિનો જીવંત દાખલો બની રહ્યો છે. પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં, જેમાં આંગણવાડી કેન્દ્ર અને તલાટી કમ મંત્રીની ઓફિસ પણ શામેલ છે, ભારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. જેના કારણે આંગણવાડીના બાળકોને રજા આપી દેવી પડી.પાણીના ભરાવાથી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ અરજદારોને પાણીમાંથી પસાર થઈને પોલીસ સ્ટેશન સુધી જવાનું મુશ્કેલ બન્યું હતું. આ અવ્યવસ્થાની મુખ્ય અંદાજે ગણાયેલી બાજુ એ છે કે, અનેક વિસ્તારોમાં ગટરોની યોગ્ય સફાઈ કરવામાં આવી ન હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.પ્રિમોન્સૂન કામગીરીના નામે પાલિકા દર વર્ષે લાખો રૂપિયા ખર્ચે છે, તેમ છતાં જમીન પર તેની અસર ન દેખાતી હોય તેવાં હાલબન્યાં છે. સામાન્ય વરસાદમાં જ આવા દ્રશ્યો જોમાવે છે, તો આગામી ભારે વરસાદે શું હાલ થશે તે ચિંતાનો વિષય છે.