
જૈન અનુષ્ઠાન સંસ્થા દ્વારા સર્વ ભવન્તુ સુખીના સંકલ્પ સાથે તારીખ 2-3-4/5/2025 ના રોજ સવારે 10 થી રાત્રીના 8 વાગ્યા સુધી ભારતભરના તમામ ભક્તામર હિલરો સુરતમા એક ગોષ્ઠિના આયોજન રુપે વિશ્વની મંગલ કામના પ્રાર્થના કરશે. જેમાં સંસ્થાના નિકુંજ ગુરુજી અને સિદ્ધ સાધક ધરણેન્દ્ર ગુરુજીએ આ કાર્યક્રમ વિશે જણાવ્યું છે કે કોરોનાકાળથી આ હીલિંગની વિશિષ્ટ સાધના આખું વિશ્વ કરી રહ્યુ છે. જેનો મુખ્ય સંકલ્પ સર્વે વ્યક્તિઓ સ્વસ્થ બને, વ્યાપાર મા પ્રગતિ કરે અને પરસ્પર પ્રેમ ભાવના વધે એ ભાવથી આખા વિશ્વમાં આ બધા હિલરો કાર્ય કરી રહ્યા છે.
શારીરિક સમસ્યાનો થશે હલ
નિકુંજ ગુરુજી અને સિદ્ધ સાધક ધરણેન્દ્ર ગુરુજીએ વધુમાં જણાવ્યું છે કે સરદાર હોલ S.V.P.B ગેસ્ટ હાઉસ ,કેન્દ્રીય વિદ્યાલય ની પાસે, ઈચ્છાનાથ,સુરત ખાતે આયોજિત આ ગોષ્ઠિ માં આપણા જીવનમાં આવતી શારીરિક સમસ્યાઓને હલ કરી નિરોગી બનાવવામા આવશે. જૈન મંત્ર આરાધના, ચક્ર શુદ્ધિકરણ, ભક્તામર હિલિંગ, રેકી હિલિંગ, મંત્ર થેરાપી , સાઉન્ડ હિલીંગ, ન્યુમરોલોજી, જૈન જ્યોતિષ અને જૈન વાસ્તુશાસ્ત્રના વિશિષ્ટ પદાર્થોની લાઈવ ચર્ચા અને સરળ માર્ગદર્શન આપવામાં આવશે. જૈન શાસનના ગહન રહસ્યો, તત્વ ચર્ચા, રાત્રી ભોજન ત્યાગ, કંદમૂળ ત્યાગથી આરોગ્યમાં જે વિશેષ લાભ થઈ રહ્યો છે તે બધી રેકી, હિલીંગ ઓરા વિજ્ઞાન સાથે બતાવવામાં આવશે.
નિઃશૂલ્ક શીખવાશે ટેક્નિક
યોગા અને ધ્યાનથી ગમે તેટલી ગંભીર બીમારીમાં સ્વસ્થ થવાય તેની ટેકનીક બધાને શીખવાડવામાં આવશે. પીડિત,દુ:ખી અને કોઈપણ સમસ્યાઓમાં ઘેરાયેલા લોકો માટે આ મંત્ર આરાધના વિશેષ વરદાન રુપ સાબિત થશે. જે કોઈ આ બધા વિષયો શીખવા માંગે છે અને પોતાના જીવન માં પ્રગતિ કરવા ઈચ્છે છે તો આ ભક્તામર હિલિંગ ગોષ્ઠિ માં જરૂર મુલાકાત લઈ શકે છે.આ ભક્તામર હીલિંગ સેમિનાર માં વિશ્વભર ના ૨૫ થી વધુ નિષ્ણાંતો સુરત ની ધન્યધરા પર આવી રહ્યા છે અને ૩ દિવસ ની શિબિર માં ૫૦૦૦ થી વધુ સાધકો અભ્યાસ કરશે.આચાર્ય માનતુંગસૂરી મહારાજાએ ભક્તામર સ્તોત્ર ની રચના કરી છે, આજે પણ અનેક વ્યક્તિઓ કેન્સર જેવા અસાધ્ય રોગોથી મુક્તિ મેળવે છે, જે કોઈપણ વ્યક્તિ નિરોગી થવા માંગે છે તે રજીસ્ટ્રેશન કરી આ ગોષ્ઠિમાં ભાગ લઈ શકે છે.