Home / Gujarat / Surat : Outstanding performance in the roll ball competition of Khel Mahakumbh

Surat News: ખેલ મહાકુંભની રોલ બોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ, વિદ્યાર્થીઓની ટીમે મેળવ્યો ગોલ્ડમેડલ

Surat News: ખેલ મહાકુંભની રોલ બોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ, વિદ્યાર્થીઓની ટીમે મેળવ્યો ગોલ્ડમેડલ

સુરતની જહાંગીરા બાદ સ્થિત પ્રસિદ્ધ "ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ" ની ગર્લ્સ ટીમ અને બોય્સ ટીમ દ્વારા ખેલ મહાકુંભ રોલ બોલ 3.0માં ઝળહળતી સફળતા મેળવી છે. ગુજરાતના સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા અમદાવાદના નવરંગપુરા ખાતે આયોજિત 'ખેલ મહાકુંભ રોલ બોલ સ્ટેટ ચેમ્પિયનશિપ 3.0' માં અમારી શાળાની ગર્લ્સ ટીમે કોર્ટ પર 8 મજબૂત ટીમો વચ્ચે "ગોલ્ડમેડલ" મેળવી જીત હાંસલ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શુભકામના પાઠવાઈ

શાળાની બોય્સ ટીમે પણ તીવ્ર મનોબળ સાથે સ્પર્ધામાં લડી 22 પ્રતિભાશાળી ટીમોમાંથી "બ્રોન્સ મેડલ" મેળવી શાળાને બેવડી જીતનો ગર્વ અપાવ્યો છે. આ પ્રસંગે શાળાના પ્રેસિડેન્ટ શ્રી રામજીભાઈ માંગુકિયા, વાઇસ પ્રેસિડેન્ટ  જીગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઇ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી, પ્રિન્સિપાલ તૃષાર પરમાર, ડૉ.વિરલ નાણાવટી, માલ્કમ સાયરસ પાલીયા એ સમગ્ર શાળા પરિવાર તરફથી  વિજેતાઓની ટીમને આગળ પણ આમ જ સફળતાના શિખરો સર કરે અને શાળાનું નામ રોશન કરતા રહે તેવા આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી.

 

 

Related News

Icon