સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં 144 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો બાયો ડાયવર્સિટી પાર્ક હવે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પાર્કમાં વિશાળ વોકવે, વિવિધ જાતિના વૃક્ષો અને ઔષધીય છોડ શોખીન મુલાકાતીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખાસ આકર્ષણરૂપ બન્યા છે. આ પાર્કમાં કુલ 15 જેટલા પ્રવેશદ્વારો છે, જે પાલિકા તંત્ર માટે સુરક્ષા અને જાળવણીના દૃષ્ટિકોણે મોટો પડકાર બની રહ્યા છે. જાહેર સુવિધાઓના સચોટ ઉપયોગ અને સંવર્ધન માટે પાર્કની જાળવણીની વ્યૂહરચના જરૂરી બની છે.
મેયરે કર્યા સૂચન
હાલમાં સુરતના મેયર અને સ્થાઈ સમિતિના ચેરમેન સહિત પદાધિકારીઓએ બાયો ડાયવર્સિટી પાર્કની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું. પાર્કની યોગ્ય જાળવણી માટે વધુ સુરક્ષા દળ, સીસીટીવી કેમેરા અને નિયમિત સફાઈ કામગીરી માટે વિશેષ ભલામણ પણ કરવામાં આવી છે.સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમી સંગઠનો પણ પાર્કના સુદ્રઢ સંચાલન માટે તંત્રને સહકાર આપવા તૈયારી દર્શાવી રહ્યા છે. આ બાયો ડાયવર્સિટી પાર્ક માત્ર હરીયાળી સહિતનો શહેરી જીવનશૈલીમાં પ્રકૃતિના સંલગ્નતા લાવતો પ્રયાસ છે.