
કાયદાનો ભંગ કરીને આરોપી ભૂલી જતા હોય છે પરંતુ કાયદો આરોપીને ક્યારેય ભૂલતો નથી. આ વાત ચરિતાર્થ થતી હોય તે રીતે સુરતમાં 34 વર્ષ અગાઉ 60 લાખના યાર્નની કાપડ ચિટીંગ કરીને નાસતા ફરતાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પોલીસ પકડથી બચવા એક રાજ્યથી બીજા રાજ્યમાં પોતાના ઠેકાણા બદલતો હતો. ટ્રક ડ્રાઈવર બની ગયો હતો સાથે જ ટ્રકમાં જ જીવન ગુજારતો હતો. જો કે, પોલીસે છત્તીસગઢમાં આરોપીનો 250 કિમી પીછો કરીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોગસ ટ્રક નંબર અને કાગળ બનાવ્યા
મળતી વિગતો મુજબ બબ્બુ લક્ષ્મણ ધોબી મૂળ ઉત્તરપ્રદેશના નવોસ્તાના બરાસાતનો વતની અને ટ્રક ડ્રાઈવરનું કામ કરે છે. તેણે સાગરિતો સાથે મળીને 1992ના વર્ષમાં બોગસ ટ્રક નંબર અને ટ્રકના ખોટા કાગળો બનાવ્યા હતાં. ત્યારબાદ ખોટી નંબર પ્લેટ લગાવી સુરતથી બનારસ લઈ જવા માટે 60 લાખનો જરી કાપડ યાર્નનો માલ ભર્યો હતો. આ માલ બનારસ ન પહોંચાડી બન્ને ટ્રકનો માલ બારોબાર વેચી નાખીને છેતરપિંડી કરી હતી.
આરોપીને સૂતો દબોચ્યો
60 લાખની છેતરપિંડી કરીને આરોપી ગાયબ થઈ ગયો હતો. પોલીસ તેનું પગેરું દબાવવા કોશિષ કરતી પરંતુ આરોપીનું લોકેશન અવારનવાર અલગ અલગ રાજ્યો ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશન જેવા રાજ્યોમાં ફરતો જણાતો હતો. પત્નીના મૃત્યુબાદ ઉત્તરપ્રદેશન છોડીને મધ્યપ્દેશમાં રહેતો હતો. દીકરી-દીકરાને વતનમાં રાખ્યા હતાં. તેને વર્ષમાં એકવાર મળવા જતો હતો. પોતે રસોઈ જાતે બનાવી અને કાતો અને ટ્રકને જ ઘર બનાવી દીધું હતું. સાથે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. પોલીસે આરોપીની પૂર્ણ બાતમી મેળવીને આળરે ટ્રકનો 250 કિમી પીછો કર્યો હતો. પોલીસ પણ ટ્રક ડ્રાઈવર જ બની હતી. બાદમાં છત્તીસગઢના ઉરલા રાયપુર, ઉરલા જીઆઈડીસીના પાર્કિંગમાં આરોપી આરામ કરવા રોકાયો ત્યારે સૂતા જ દબોચી લીધો હતો.