
દક્ષિણ ગુજરાતમાં આવેલે કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ડાંગર પાકને ભારે નુકશાન થઈ રહ્યું છે. પાકના તબક્કામાં આવેલા ડાંગરના પાકને માવઠાંથી નુકસાન થતાં ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેતી મુખ્યમંત્રીને પત્ર લખીને સહાય સહિતની માગ કરાઈ છે.
માવઠાથી નુકસાન
આ સંદર્ભે ખેડૂત આગેવાન જયેશ પટેલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી વિશેષ માંગો કરી છે. તેમણે પત્રમાં જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારે કૃષિ આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે અને ટેકાના ભાવમાં વૃદ્ધિ પણ કરી છે. છતાં હાલ દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમના પાણીને આધારિત આશરે ૮૦,૦૦૦ એકર વિસ્તારમાં ડાંગર પાકને માવઠા કારણે મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.
મુખ્ય માગણીઓ
જયેશ પટેલે પત્રમાં વિશેષ ઉલ્લેખ કર્યો કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહકારી મંડળીમાં ડાંગર પલિંગ પદ્ધતિથી ઉપજ આપે છે. હાલ બજારમાં વેપારીઓ દ્વારા ડાંગર માટે માત્ર ૩૮૦થી ૪૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ આપવામાં આવી રહ્યો છે, જે ટેકાના ભાવે કરતા ખૂબ ઓછો છે. તેઓએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે: સહકારી મંડળીઓમાં આવેલા ડાંગર પર ૧ ક્વિન્ટલ દીઠ ૫૦૦ રૂપિયા બોનસ તરીકે ચૂકવવામાં આવે. હાલ દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓમાં આશરે ૧૫ લાખ ગુણી ડાંગરનો માલ ઉપલબ્ધ છે, જેને બજારમાં યોગ્ય ભાવ મળતો ન હોવાથી ખેડૂતો નુકશાનમાં છે. ખેડૂતોના હિત માટે સહાય રૂપે આ બોનસ આપવો જોઈએ જેથી તેઓ આર્થિક રીતે મજબૂત બની શકે. જયેશ પટેલ, ખેડૂત આગેવાન, સુરતે કહ્યું કે"સરકાર કૃષિકારોની સચ્ચી રીતે કાળજી લે છે, પરંતુ હાલ જે સ્થિતિ છે એમાં ખાસ સહાયની જરૂર છે. કમોસમી વરસાદના કારણે ડાંગર પાક બરબાદ થયો છે અને બજાર ભાવ પણ ન્યાયસંગત નથી. હું મુખ્યમંત્રીને આ વિષય પર પગલા લેવા વિનંતી કરું છું."