સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ધવલ નામના એક બુટલેગરે સ્થાનિક લોકોને માર માર્યો છે. ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની ના પાડતા મહિલાઓ, તેના પરિવારજનો અને અન્ય સ્થાનિકોને આ બુટલેગર અને તેના સાગરીતોએ ઢોર માર માર્યો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર મામલો સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત મહિલાએ કહ્યું કે, અમે તો માત્ર ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની મનાઈ કરી હતી. એટલું કહેતા જ બુટલેગર ધવલ અને તેના સાગરીતો અમને માર મારવા તૂટી પડ્યા હતા. મને પકડીને ફેંટ મારી હતી અને મોઢું પકડી ફેંકી દીધી હતી."આ ઘટના દરમિયાન બુટલેગર ધવલ એવું પણ કહેતો સંભળાયો હતો કે, મારું શું કરી લેવાની પોલીસ અને મારું શું ઉખાડવાના પોલીસ વાળા.