
સુરત શહેર એકવાર ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. જ્યાં જાણીતા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ સાંપ્રદાયિક લાગણીઓ દુભાવવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. શહેરના વેપારી ભગવતીપ્રસાદ દુબેએ સુરત પોલીસ કમિશનર તેમજ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી, કશ્યપ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માગણી કરી છે.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી શરૂ થયેલ વિવાદ
અરજદારે દાવો કર્યો છે કે અનુરાગ કશ્યપે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. દુબેએ આ મુદ્દે જણાવ્યું કે, "આ પોસ્ટમાં ઉપયોગ કરાયેલા શબ્દો માત્ર અસભ્ય નથી, પરંતુ બ્રાહ્મણ સમાજની ભાવનાઓને ગંભીર રીતે ઠેસ પહોંચાડે છે. આ વિધાન સમાજમાં જાતિવાદના ભાવને ઉકેલવાનું કામ કરે છે."
IPC 2023ની અનેક કલમોના ઉલ્લેખ સાથે કાર્યવાહીની માંગ
દુબેએ તેમની અરજીમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC 2023) ની કલમ 196 (અસત્ય પ્રવૃત્તિ ફેલાવવી), 197 (માનહાનિ), 351 થી 356 સુધીની કલમો (લાંછન, દુશ્મનાવટભરી પ્રવૃત્તિઓ) હેઠળ ગુનો નોંધવાની માંગ કરી છે.
વિવાદિત ઇતિહાસનો ઉલ્લેખ
અરજદારે કશ્યપના ભૂતકાળના વિવાદિત નિવેદનો અને ફિલ્મોનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં તેમના બરાબરી અને અભિવ્યક્તિની આઝાદીના નામે સમાજના વિશિષ્ટ વર્ગોને નિશાન બનાવવાનું ષડયંત્ર હોવાનું દાવો કરવામાં આવ્યો છે. ભગવતીપ્રસાદ દુબેએ જણાવ્યું કે આવા નિર્માતા સામે તાત્કાલિક કાર્યવાહી ન કરાઈ તો સમાજમાં અસંતોષ અને અસુરક્ષા નું માહોલ ઉભો થઈ શકે છે. તેમણે સુરત પોલીસને આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવા તથા અનુરાગ કશ્યપ વિરુદ્ધ FIR નોંધવાની માંગ સાથે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા છે.