Home / Gujarat / Surat : CAs from across the country attended the All India National Conference

Surat News: ઓલ ઇન્ડિયા નેશનલ કોન્ફરન્સ "સામર્થ્ય"માં દેશભરમાંથી CAએ આપી હાજરી

Surat News: ઓલ ઇન્ડિયા નેશનલ કોન્ફરન્સ "સામર્થ્ય"માં દેશભરમાંથી CAએ આપી હાજરી

ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા (ICAI) ના WIRC ની સુરત બ્રાંચ દ્વારા 14 અને 15 જૂન 2025ના રોજ સુરતના લિ મેરિડીયન હોટેલ ખાતે ભવ્ય ઓલ ઇન્ડિયા નેશનલ કોન્ફરન્સ 2025 – “સામર્થ્ય"નું આયોજન થયું છે. બે દિવસીય ફ્લેગશિપ કાર્યક્રમમાં દેશભરના 1,400 કરતાં વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હાજરી આપશે, જ્યાં તેઓ વ્યવસાય સાથે જોડાયેલી નવીન પ્રવૃત્તિઓ, વિકસતી નીતિઓ અને ભાવિ તકો પર ચર્ચા કરી રહ્યાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોન્ફરન્સનો ઉદ્દેશ આવકવેરા, કોર્પોરેટ ટેક્સ અને જીએસટી કાયદાઓમાં થયેલા તાજેતરના સુધારાઓ અંગે અગત્યની માહિતી પૂરી પાડવાનો છે, તેમજ એકાઉન્ટિંગ ક્ષેત્રમાં AI ની વધતી ભૂમિકા, આંતરરાષ્ટ્રીય તકો, મૂડીબજાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને સમજવાનો પણ છે. કોન્ફરન્સ અંગે માહિતી આપતાં ICAI સુરત બ્રાંચના અધ્યક્ષ સીએ અશ્વિન ભાઉવાલાએ કહ્યું કે, “માત્ર યોગ્ય જાણકારી હોવી જ પૂરતું નથી, પરંતુ સમયસર અપડેટ રહેવું એટલું જ અગત્યનું છે. આ નેશનલ કોન્ફરન્સ દ્વારા નિયમનાત્મક બદલાવ અને વ્યવસાયને આકાર આપતી તકો અંગે Chartered Accountants ને વધુ સજ્જ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં મુખ્ય પ્રવચનો અને ટેક્નિકલ સત્રોનો મિશ્રણ હશે, જે સહભાગીઓ માટે શીખવા તથા નેટવર્કિંગ માટે અનોખો અવસરો ઊભો કરશે – ખાસ કરીને તેટલા માટે જે વૈશ્વિક સ્તરે વિસ્તરણની તૈયારીમાં છે. કાર્યક્રમમાં ICAIના અધ્યક્ષ સીએ ચરણજોતસિંહ નંદા, ઉપાધ્યક્ષ સીએ પપ્રસન્નાકુમાર ડી., CCM સીએ જય છૈરા, CCM સીએ ઉમેશ શર્મા, અને CCM સીએ સંજીબ સાંઘી જેવી વિખ્યાત હસ્તીઓ હાજરી આપશે. મોટિવેશનલ સ્પીકર હર્ષવર્ધન જૈન તેમના પ્રેરણાદાયી વિચારો સાથે ઉપસ્થિતોને સંબોધન કરશે. સાથે સાથે ડૉ. વિજય કેડિયા, સીએ આંચલ કપૂર, ડૉ. રાકેશ ગુપ્તા અને દિવાસ ગુપ્તા પણ તેમના અનુભવો અને વિશ્લેષણો શેર કરી રહ્યાં છે.

 

 

 

Related News

Icon