Home / Gujarat / Surat : Child stolen from Civil Hospital found safe, woman arrested

સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક હેમખેમ મળ્યુ, 200 CCTV ચેક કરીને 16 કલાકે મહિલાને દબોચી લેવાઈ

સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક હેમખેમ મળ્યુ, 200 CCTV ચેક કરીને 16 કલાકે મહિલાને દબોચી લેવાઈ

સુરતમાં આરોગ્ય કમિશનરની મુલાકાતના દિવસે જ નવજાત બાળકની ચોરી થઈ ગઈ હતી. જેથી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને નવજાતને શોધવાનું શરૂ કર્યું હતું. અંદાજે 200થી વધુ સીસીટીવી ચેક કરવામાં આવ્યાં હતાં. આખરે 16 કલાકની જહેમત બાદ બાળક નવાગામ ડિંડોલીમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી હેમખેમ મળી આવ્યું હતું. સાથે જ બાળકને ઉઠાવી જનારી મહિલા અને તેના પતિને ખટોદરા પોલીસ સ્ટેશન લઈ આવીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બાળકને મહિલા ઉઠાવી ગઈ 

ગતરાત્રિના નવ વાગ્યાની આસપાસ રાધા રાજુ જા નામની 32 વર્ષની મહિલાએ બાળકની ચોરી કરી હતી. બાળકને શાંત કરવાના નામે મહિલા બાળકને ઉઠાવીને પોતાના ઘરે લઈ ગઈ હતી. બાળક નવજાત હોવાથી પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ બાળકના અપહરણને લઈને સિવિલ હોસ્પિટલના તંત્ર સામે સવાલો ઉભા થયા હતાં.

શું હતી ઘટના

સંધ્યા ધીરજ શુક્લાએ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. સ્ટેમસેલ બિલ્ડિંગમાં તેણીને દાખલ કરવામાં આવી હતી. બાદમાં બાળક અને સંધ્યાને બિલ્ડિંગમાં બીજા માળે વધુ સારવાર માટે દાખલ કર્યા હતા.ત્યારબાદ કાચની પેટીમાં મૂકવાનું હતું. રાત્રે 9 વાગ્યાના સુમારે નજર ચૂકવીને રાધા રાજુ જા નામની મહિલા બાળકને લઈને પલાયન થઈ હતી. જેથી પોલીસ-પરિવારે શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીના આધારે મહિલાના ઘરે જઈને બાળકનો કબ્જો લેવાની સાથે પતિ પત્નીને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે.

Related News

Icon