Home / Gujarat / Surat : DGVCL along with the police quickly arrested the theft of electricity

Surat News: ગુનાહિત ઈતિહાસ ધરાવનાર પર તવાઈ, પોલીસની સાથે DGVCLએ ઝડપી વીજચોરી

Surat News: ગુનાહિત ઈતિહાસ ધરાવનાર પર તવાઈ, પોલીસની સાથે DGVCLએ ઝડપી વીજચોરી

સુરતૉના સચિન ગ્રામ્ય વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો સામે કડક કાર્યવાહીની નીતિ અપનાવતા DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ) અને સચિન ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશનના ભાગરૂપે અનેક શંકાસ્પદ ઈસમોના રહેણાક સ્થળોએ વીજ મીટરની તપાસ હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન પોલીસે લગભગ 15 જેટલા ઘરોની તપાસ કરી હતી, જેમાંથી એક ઈસમના ઘરમાં વીજ ચોરીનું ગંભીર કૃત્ય ઝડપાયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે  શખ્સે મીટર સાથે ચેડાં કરીને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વીજ ચોરી અંગે કાયદેસર પગલાં

વિજ કંપનીના અધિકારીઓએ તરત જ મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. શખ્સ વિરૂદ્ધ વીજ ચોરી સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે અને તેને દંડની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત, આવનારા સમયમાં પણ આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો સામે તપાસ હાથ ધરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.આ ઓપરેશનનો મુખ્ય હેતુ એવા શખ્સો સામે કાર્યવાહી કરવો છે, જેમણે અગાઉ પણ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને હાલ પણ જુદી જુદી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. વીજ કંપનીની આવકમાં નુકસાન પહોંચાડનાર શખ્સો સામે આવી કડક કાર્યવાહીથી ભવિષ્યમાં આવા કિસ્સાઓમાં ઘટાડો થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

છાસવાર હાથ ધરાય છે તપાસ

DGVCLના અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે નિયમિત રીતે આવા ઓપરેશનો હાથ ધરતા રહીએ છીએ જેથી વીજ ચોરી અટકાવી શકાય અને કાયદાનું શાસન મજબૂત કરી શકાય. લોકોના સહકાર અને પોલીસના સપોર્ટથી જ આવી સફળતા મળી રહી છે.” સચિન ગ્રામ્ય પોલીસ વિભાગે પણ આવનારા સમયમાં આવા ઈસમો પર નાજર રાખવાની તથા સમાજમાં કાયદાકીય ભય ઉભો કરવાના સંકેતો આપ્યા છે.

 

 

Related News

Icon