
સુરતની એક છોટી સી લવ સ્ટોરી હાલ ભારે ચર્ચામાં છે. સામાજિક સ્તરે આવેલા પરિવર્તનને દર્શાવતી આ ઘટનામાં સૌ કોઈએ વિચારવાનો સમય આવી ગયો હોય તેવી ઘટના સામે આવી છે. 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના સગીરથી પ્રેગન્ટ થઈ છે. હાલ પોલીસે શિક્ષિકા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સામાજિક રીતે વિચારવાનો સમય આવી ગયો હોવાનું તબીબો કહી રહ્યાં છે.
13 વર્ષની ઉંમરમાં આવેગો વધુ આવે
મનોવૈજ્ઞાનિક ડો. મુકુલ ચોકસીએ કહ્યું કે, 13 વર્ષની ઉંમરમાં જાતિય આવેગ આવવાં હવે સામાન્ય થઈ ગયું છે. કાયદાકીય રીતે આ ક્રિયાઓ માટે 18 વર્ષ નક્કી કરવામાં આવ્યાં છે. ત્યારે આ જે ભેદ છે તેની વચ્ચે વિચારવાનો સમય આવી ગયો છે. કુદરતિ જાતિય આવેગને ચેનલાઈઝ કરવાની જરૂર છે. તેના માટે સગીરોને સેક્સ એજ્યુકેશન આપવું ખૂબ જરૂરી છે. કારણ કે, તેનાથી સગીરોના આવેગને એક દિશા પણ મળી શકે છે. સાથે જ આવેગો માટે હસ્તમૈથુન સહિતની વસ્તુઓથી પણ સગીરોને માહિતગાર કરવા આવશ્યક છે. આ જેટલો મુદ્દો કાયદાનો છે તેનાથી કદાચ વધુ સામાજિક રીતે જાગૃતિનો વધુ હોવાનું લાગી રહ્યું છે.