
સુરતના આઈડીઅલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન દ્વારા યોજાયેલી Alumni Meet 4.0નું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના 200થી વધુ વિદ્યાર્થીઓએ સ્કિલ આધારિત જ્વેલરી ડિઝાઇનિંગ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. હવે તેઓ પોતાનું ભવિષ્ય સ્વરોજગાર દ્વારા ઘડવા માટે તૈયાર છે.
કારકિર્દીનો માર્ગ તૈયાર કર્યો
આજના યુગમાં માત્ર શૈક્ષણિક ડિગ્રી પૂરતી નથી. પરંતુ, કુશળતા આધારિત શિક્ષણ અનિવાર્ય બની ગયું છે. આ સંસ્થાએ જ્વેલરી ક્ષેત્રમાં વ્યાવસાયિક તાલીમ સાથે વિદ્યાર્થીઓને નવી દિશા આપી છે. કોર્સ પૂર્ણ કરનારાં વિદ્યાર્થીઓએ ફુલ ટાઈમ અને પાર્ટ ટાઈમ નોકરીઓ, ફ્રીલાન્સિંગ, જ્વેલરી ડિઝાઇનિંગ જોબ વર્ક તથા ઓનલાઇન પ્લેટફોર્મ્સ મારફતે પોતાની કારકિર્દીનો માર્ગ તૈયાર કર્યો છે.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા
મહેશ માંગુકિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ, ઉદ્યમિતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તકો વિષે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાના સ્થાપક જીગર પિપળિયાએ કહ્યું કે, “અમે માત્ર ડિગ્રી પર ભાર નથી આપતા, પણ પ્રેક્ટિકલ પ્લાનિંગ અને માર્કેટ-ઓરિએન્ટેડ ટ્રેઇનિંગ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની ઓળખ બનાવવા માટે તૈયાર કરીએ છીએ. અમારું લક્ષ્ય એ છે કે વિદ્યાર્થી પોતે પોતાને આત્મનિર્ભર બનાવી શકે.”આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓએ જૂના મિત્રો સાથે સ્મૃતિઓ વહેંચી, નવા સંબંધો ગાંઠ્યા અને પ્રેરણાદાયક વાતાવરણ માણ્યું. Alumni Meet 4.0 તેમની કારકિર્દીના માર્ગમાં એક યાદગાર મોમેન્ટ બની રહ્યું.